ઈન્ટરનેટનું ભવિષ્ય ગણાતી ટેક્નોલોજી આખરે શું છે?
સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુકે હાલમાં જ પોતાની કંપનીનું નામ બદલવાની
જાહેરાત કરી છે. તેણે પોતાનું નવું નામ
Meta
રાખ્યું છે
જેની ચર્ચા
ઘણા સમયથી થઈ રહી હતી.
હવે કંપની પોતાને સોશિયલ મીડિયા સુધી મર્યાદિત રાખવી નથી ઈચ્છતી. એટલે જ
Facebook
પોતાને રિબ્રાન્ડ કરી નવી ટેક્નોલોજી
Metaverse
માટે તૈયાર કરી રહી છે.
હવે ન માત્ર ફેસબુક પરંતુ ગુગલ,માઇક્રોસોફ્ટ,ટિવટર,એપલ વગેરે મેટાવર્સ
ટેક્નોલોજી કેટલી ઝડપથી લાગુ પાડી શકાય તે માટે સતત પ્રયત્નશીલ છે.
ફેસબુકે તો મેટાવર્સ ટેક્નોલોજી ઝડપથી લાગુ કરાવવા માટે ગયા વર્ષે જ દસ
હજાર પ્રોગ્રામરોની નિમણૂક કરી હતી અને ૫૦ મિલિયન ડોલરનું જંગી રોકાણ
કર્યું હતું. સાથે જ બાકીની બધી જ ટેક જાયન્ટ કંપનીઓએ પોતે મેટાવર્સ
ટેક્નોલોજીની રેસમાં પાછળ ન રહી જાય તે માટે કમર કસી રહી છે. ત્યારે સવાલ એ
થાય કે શા માટે આ બધી ટેક જાયન્ટ કંપનીઓ આ નવી ટેકનોલોજી પાછળ ઘેલી બની છે.
તો તેનો જવાબ છે મેટાવર્સ એ એકમાત્ર ટેક્નોલોજી છે જેનાથી આભાસી દુનિયા અને
વાસ્તવિક દુનિયા વચ્ચેના તફાવતને મહત્તમ ઘટાડી શકાય તેમ છે. વાસ્તવમાં
મેટાવર્સ ટેક્નોલોજી એ એક પ્રકારની ડિજિટલ રિયાલિટી પણ છે, જેનો મુખ્ય
આયશ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ઓનલાઇન ગેમિંગ
ઓગમેન્ટેડ રિયાલિટી
(AR), વર્ચ્યુઅલ રિયાલિટી
(VR) અને કિપ્ટોકરન્સીના પાસાઓને એકબીજા સાથે જોડવાનો છે. જેથી યુઝર્સ આભાસી
જગતમાં વાસ્તવિકતાનો અનુભવ કરી શકશે. અહીં આપણે ઇન્ટરનેટની નવી પેઢી
ગણાતી આ ટેફનોલોજી વિશે વિગતે સમજીએ
મેટાવર્સ ટેક્નોલોજી શું છે?
મેટાવર્સે ટેક્નોલોજી એ એક નવા પ્રકારની વચ્ચેના વર્ચ્યુઅલ દુનિયા છે, જ્યાં ટેક્નોલોજી ની યુઝરને વર્ચ્યુઅલ રિયાલિટી પર આધારિત સિદ્ધાંતોનો ઉપયોગ કરીને વર્ચ્યુનલ વર્લ્ડના અનુભવને રિયલ ટાઈમમાં પીરસવામાં કે પ્રદાન કરવામાં આવશે. જેમકે, કોઇપણ પ્રકારનું ઝડી કન્ટેન્ટ નિહાળતી વખતે આપણાને દેખાતા તમામ ઓબ્જેક્ટ આપણી આસપાસ જ નજર આવે છે અને તમામ ક્રિયાઓ આપણી આસપાસ જ ઘટી રહી છે તેવો અહેસાસ થાય છે. તેવી રીતે મેટાવર્સ રેકર્નોલીજી પણ યુઝરને ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર બનતી તમામ પ્રકારની ઘટનાઓનો રિયલ ટાઈમમાં એહસાસ કરાવશે. મેટાલર્સની શરૂઆત થયા પછી વર્ચ્યુઅલ વર્લ્ડ અને વાસ્તવિક દુનિયા વચ્ચેનો તફાવત ઘણો ઓછો કે નહીવંત થઈ જશે. મેટાવર્સ વર્ચ્યુઅલ વિશ્વને સંપૂર્ણપણે નવા તરે અને નવી ઊંચાઈ પર લઈ જશે, જેના દ્વારા ચૂઝર્સ વર્ચ્યુઅલ દુનિયામાં સેકડો કિલોમીટર દૂરના લોકોને મળી શકશે. દૂરના મિત્રો સાથે ફરી શકશે, એક સાથે કોઈક પ્રોજેક્ટ પર કામ કરી શકશે, રમતો રમી શકશે,ઓનલાઇન ખરીદી કરી શકશે. ટૂંકમાં, તમે મેટાવર્સ ટેક્નોલોજી દ્વારા ખરા અર્થમાં વર્ચ્યુઅલ વર્લ્ડ માં રહીને વાસ્તવિક દુનિયાનો અનુભવ શકશો.
મેટાવર્સ શબ્દ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો?
મેટાવર્સ શબ્દ મેટા (એટલે બિયોન્ડ કે બાહાર) અને વર્સ (એટલે બ્રહ્માંડની
બહારની રચનાના સંયોજનથી બનેલો છે. આ શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે
ઇન્ટરનેટના ભાવિ સ્વરૂપને વર્ણવવા માટે થાય છે. આ શબ્દ નીલ
સ્ટીફનસનની 1992 ની સાઇન્સ ફિક્શન નવલકથા ના કેસ માં પ્રથમ વખત
વ્યાખિયાયીત કરવામાં આવ્યો હતો.
તેમાં માણસ ને એક અવતારમાં એકબીજા સાથે અને સોફ્ટવેર એજન્ટો
સાથે થ્રીડી વર્ચ્યુઅલ સ્પેસ માં પ્રતિક્રિયા કરે છે અને
તેમાં તેઓ વાસ્તવિક દુનિયાના રૂપકનો ઉપયોગ કરે છે.
મેટાવર્સ ટેક્નોલોજી લાગુ થયા પછી માળખાગત સુવિધાઓ અને વ્યવહારમાં શું ફેરફાર જોવા મળશે?
મેટાવર્સે ટેક્નોલોજી લાગુ
થયા પછીનું આભાસી જગત કેવું હશે,તેમાં કેવા પ્રકારમાં માળખાગત ફેરફારો જોવા મળશે આ બધી બાબતોને લઈને સ્વાભાવિક રીતે જ સૌ કોઈનાં મનમાં એક કુતૂહલ થઈ
રહિયું છે.અહી આપણે આ બાબતોને રોજબરોજના ત્રણ ઉદાહરણો દ્વારા સમજવા પ્રયત્ન
કરીએ, જેનાથી મેટાવર્સે ટેક્નોલોજીને સમજવી વધુ સરળ થઈ જશે.
ઉદાહરણ 1
સમજી લો કે એક
વિધ્યાર્થી કોઈ કારણસર
શાળ| કે કોલેજમાં જતો નથી કે જઈ શકતો નથી, તો તે પોતાના ઘરેથી કે
દુનિયાના કોઈપણ ખૂણામાંથી મેટાવર્સ ટેકનોલોજી દ્વારા ઓનલાઈન જ ભણી શકશે.
પરંતુ તે અત્યારના ઓનલાઇન વીડિયો કોન્ફરન્સિંગ ટેકનોલોજી પ્લેટોમ કરતાં
વધુ સારો અનુભવ કરાવશે.
વધુમાં વિધ્યાર્થીને એવા એહસાસ પણ થશે કે તે
ક્લાસરૂમમાં જ પોતાના મિત્રો સાથે બેન્ચ પર બેસીને જ ભણી રહ્યા
છે અને શિક્ષક તેની સામે જ ઊભા રહીને તેને ભણાવી રહ્યાં છે.
છે. એવી જ રીતે ઓનલાઇન મિટિગીમાં પણ આ જ પ્રકારની અનુભવ થશે કે આપણે સાથે જ
બોર્ડ રૂમમાં બેઠા છીએ અને ખાસ તથા અન્ય સહકર્મીઓ આપણી સામે જ ઉભા
રહીને મિટિંગમાં હાજર છે.
ઉદાહરણ 2
આજે આપણે વિવિધ વેબસાટ કે એપ્લિકેશનો ઓનલાઇન ખરીદી અને ચુકવણી
પ્રક્રિયા કરીએ છીએ જેમાં આપણે પ્રત્યક્ષ દુકાનમાં જતા નથી. પરંતુ
મેટાવર્સ ટેક્નોલોજી લાગુ થયા
પછી તમે તમારા ઘરે જ કે
ઓફિસમાં
બેસીને જ દુનિયાની કોઇપણ દુકાનમાં મોલમાં કે મોલ માં રિયલ ટાઇમ માં
જઈને ખરીદી કરી શકશો.
મતલબ કે તમારી સામે એક એવી વર્ચ્યુઅલ દુનિયા ઊભી થશે અને તે તમને એણે એહસાસ
કરાવશે કે તમે ખરેખર રિયલ ટાઈમમાં તે દુકાનમાં કે મોલમાં હાજર છો
અને શોપિંગ કરી
અમુક
લોકોને વસ્તુ
હાલમાં
પ્રત્યક્ષ લીધા પછી તેને યોગ્ય રીતે પારખી ને જ પારખીને જ ખરીદવાની આદત હોય
છે. તો આ ટેકનોલોજી એ અનુભવ ગ્રાહક ને પ્રદાન કરશે.
ઉદાહરણ 3
વર્તમાનમાં વીડિયો કૉલ અને કોન્ફરસિંગ કૉલ જરૂરિયાત બની ચૂક્યાં છે
તે તમે કોઈની સાથે વીડિયો કોલ કરો છો તો તમે તેને જોય શકો છો. પરંતુ
હકીકતમાં તો તે દૂર
છે અને આપણે વિડિયો કોલ દ્રારા એકબીજા સાથે વાત કરી રહિયા છીએ,પરંતુ આ
મેટાવર્સ ટેક્નોલોજી લાગુ થયા પછી
જ્યારે તમે સેકડો કિલોમીટર દૂર વર્ચ્યુઅલ વિશ્વમાં બેઠેલી
કોઈ વ્યક્તિ સાથે વીડિયો કૉલથી વાત કરશો કે કોન્ફરસિંગ કોલ
કરશો
ત્યારે
એવું લાગશે કે કૉલ રિસીવ કરનાર કે કરનારાઓ તમારી બાજુમાં બેઠા છે
અને તમે બધા
એક જ રૂમમાં ભેગા થઈને વાત કરી રહ્યા છો. પરિણામે તમારી વચ્ચે રહેલું
અંતર કાયમ માટે સમાપ્ત થઈ જશે.
મેટાવર્સ ટેક્નોલોજીને માર્કેટમાં આવતા હજુ કેટલો સમય લાગશે?
એ બાબતથી તો માહિતગાર બની ચુકીયા છે કે મેટાવર્સે વર્ચ્યુઅલ રિયાલિટીનો એક નવી દુનિયા હશે અને તેને સપૂર્ણપણે વપરાશકર્તા માટે યુઝર ફ્રીએન્ડલી બનાવવામાં દરેક ટેક જાઈટ કંપનીઓને સમય લાગી શકે છે. કારણ કે ટેક્નોલોજી ને લાગુ કરાવતા પહેલા જરૂરી સોફ્ટવેર ,હાર્ડવેર ,બૅન્કિંગ અને ટેલિકોમ કંપનીઓમાં વિશેષ પ્રકારની ભાગીદારીઓ સ્થાપિત કરવી પડશે. જે આ ટેક્નોલોજી માટે સપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવશે અને પછી જ તેનો ઉપયોગ સામાન્ય વ્યવહાર કરી શકાશે. અત્યારેના સમયમાં ફેસબુક ,એપલ ,ગૂલગ જેવી કંપનીઓ આ દિશામાં કામ કરી રહી છે. છતાં આ ટેક્નોલોજી સપૂર્ણપણે હકીકત બનવામાં હજી 5 થી 7 વર્ષ જેટલો સમય લાગી શકે છે, તેમ છતાં મેટાવર્સે ટેક્નોલોજીની મર્યાદિત લક્ષણિક્તાઓનો આપણે ટુંક સમયમાં અનુભવ કરી શકીશું.
0 Comments
Enter Your Comment